||શ્રી કુળદેવી ખિમજ ભવાની માં|| ||શ્રી રાંકા માંકા દાદા||
Welcome

વિમળશી રાંકામાંકા દોશી પરિવારનો ઈતિહાસ

 આપના પરિવારનો ઈતિહાસ ૧૫૦૦ વર્ષ જુનો સંવત ૪૮૪ થી શરુ થાય છે. જે અહી આપતા આનંદ થાય છે.

            આપણી પેઢી અરીવર્ધન રજથી શરુ થાય છે. તેઓ સોલંકી વંશના હતા. આ ઈતિહાસ આપણા  વડીલોએ રાજસ્થાનમાં રહેતા પેશાંગી પાસેથી લીધેલ છે. રાજા અરીવર્ધન મારવાડમાં સવંત ૪૮૪માં ચંદેરીનગર (ચંદાવતી) માં રાજ કરતા હતા. તેના તાબામાં દસ હાજર ગામ હતા. શિવ ધર્મ પાળતા હતા. રાજાના કુળદેવી હિંગળાજ માતા હતા. ગોત્રીજ અંબેસ્વર, ક્ષેત્રપાળ બટુક ભૈરવ હતા. જંગલમાં શિકાર કરવા ગયેલ ત્યાં જૈન ધર્મના આચાર્ય શ્રી મુનીવીર ભદ્રાચાર્યજીને કાઉસ્ગ્ઝ ધ્યાનમાં ઉભેલા જોયા. કાઉસ્ગ્ઝ પૂરો થતા મુનીશ્રીનું ધ્યાન રાજા તરફ ગયું. તેઓએ રાજાને વીતરાગ પ્રભુની દેશના આપી. અહિંસા-તપ-સંયમ અભયદાનનો મહિમા સંભળાવ્યો અને જૈન ધર્મ અંગીકાર કરવા પ્રતિબોધ આપ્યો.

રાજાએ પોતાને ગાદીવારસ પુત્ર નહિ હોવા છતાં મુનીશ્રી પાસે આશીર્વાદ માગ્યા. મુનીશ્રીએ કહેલ કે અમારાથી આવા આશીર્વાદ આપાય નહિ; જૈન ધર્મ પર શ્રધ્ધા રાખો, અને એમની માથે વાસ્કેપ નાખ્યો, ત્યાંજ રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો.

રાજા મુનીશ્રીને ગામ-નગરમાં પધારવા નિમંત્રણ આપે છે. મુનિશ્રીએ અવસરે આવવા કહેલ છે.

            રાજા નગરમાં આવે છે. સમય જતા રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થાય છે. પુત્ર જન્મની ખુશાલીમાં પહડ  વગડાવે છે. દેવમંદિરોમાં આંગી રચાવે છે. પૂજા કરાવે છે. સાધુ સંત ગરીબોને દાન આપ્યા. સૌને રાજી કરી આનંદ મંગળ વર્તાવ્યો.

            સમય જતા મુનિશ્રીએ પોતાના  જ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે હવે ચંદેરીનગરમાં જવાનો સમય થયો છે. તેઓ રાજ્યમાં પધારે છે. રાજા તેઓને સ્વાગત સન્માનથી ગામમાં પ્રવેશ કરાવે છે, અને ચાતુર્માસ માટે રહેવાનું આમંત્રણ આપે છે.

            અમુક સમય બાદ મુનિશ્રીના આદેશથી રાજાએ શ્રી સીદ્ધાન્ચલજીનો ચારી પાળતો સંઘ સંવત ૪૯૦માં કાઢી શ્રી શેત્રુંજય (પાલીતાણા) મુનિશ્રીના સાનિધ્યમાં આવે છે. શ્રી સંઘમાં હાથી, ઘોડા, પાલખી, લાવ લશ્કર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સહીત દસ હજાર યાત્રીઓની સંખ્યા હતી. મુનીશ્રીના આદેશથી આદેશ્વર દાદાના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જેમાં ૧૭લાખ દ્રવ્યનો ખર્ચ કરેલ છે.

            રાજા સોલંકી વંશના હતા. તેમના કુળદેવી હિંગળાજ માતા હતા. ક્ષેત્રપાળ બટુક ભૈરવની સાથે જ શેત્રુંજય ઉપર દેરી બંધાવી. શેત્રુંજય ઉપર હિંગળાજનો હડો કહેવાય છે તે જ માતાનું સ્થાનક દહેરી છે.

            મુનિશ્રીએ રાજાના કુળદેવી હિંગળાજને હિંગળાજ ભવાનીનું નામ આપ્યું. ભૈરવ ગોત્રશાખ કાયમ રાખી. કારણકે ગોત્રશાખા અને ક્ષેત્રપાળ બદલી શકાતા નથી.

            ઉપરણી હકીકત રન્તમાળ નામના જૈન ગ્રંથમાં છે. જે આપણા મુનીશ્રીએ લખેલ છે અને જૈન શાસ્ત્રભંડારમાં ઘણી જગ્યાએ જોવામાં આવે છે.

            હાલનું રાજસ્થાન (અગાઉનું મારવાડ) તેમાં શ્રીમાળનગર મોટું રાજ્ય હતું. ભીનમાલ અને શ્રીમાળ મોટા શહેર હતાં. પાંચમાં સૈકામાં મુસલમાનો ઝનૂની આક્રમણ કરતા અરીવર્ધન રાજા લડતા લડતા મરાયા. બળ કુંવર જરાહઠને લઈને વિશ્વાસુ સરદારો ભાગી ગયા.

            રાજા અરીવર્ધનથી વિમળશી શેઠ સુધીની પેઢી નીચે મુજબ છે. જેનો સમય સંવત ૪૮૪ થી ૭ મા શૈકાના છે.

૧. અરીવર્ધન                 ૬. અંબેશ્વર-શાહ સોદાગર કહેવામાં.

૨. જરાહઠ                      ૭. વિજણંદ - (બારડ)

૩. વજેમલ                    ૮. સામંત-સંગ

૪. વિક્રમ (વિક્રમસેન)      ૯. વિજલ અને વિલંબ

૫. વિહડ (વીજડ)            ૧૦. વિમળશી શેઠ કહેવાયા.

            પાંચમાં સૈકાથી સાતમાં સૈકા સુધીની ઈતિહાસણી નોંધ છે નહિ.

            વિમળશી શેઠ શ્રીમાળ નગરમાં રહેતા હતા. સંવત ૬૮૪માં લગભગ સાતમાં સૈકાની આખરમાં ૮૪ શાખના બધી કોમના કુટુંબોને થરાદ ભેગા કરી અને મુનિશ્રી રત્નદેવસુરીજી પાસેથી બોધ (પ્રવચન - વ્યાખ્યાન) સાંભળેલ. જૈન ધર્મની વ્યાખ્યા સાંભળી જૈન ધર્મ અંગીકાર કર્યો. ચિત્રવાડ ગચ્છ કહેવતો હતો. ત્યાં જૈન શ્વેતામ્બર મુર્તીપુજ્સ સંઘની સ્થાપના કરી અને જૈન શ્વેતાંબર દેરાવાસી વાણીયા કહેવાયા. આમાંથી અમુક કુટુંબ જે રાજસ્થાનમાં ઓસવાળ ગયા તેઓ જૈન શ્વેતાંબર દેરાવાસી ઓસવાળ વાણીયા કહેવાયા. જેઓ પોરવાડ ગયા તે જૈન શ્વેતાંબર દેરાવાસુ પોરવાડ વાણીયા કહેવાયા.

            વિમળશી શેઠ ગુજરાતમાં આવ્યા તે સમયે મુસલમાન સૂબાનો  ત્રાસ હાતો. અવાર નવાર સ્થળાંતર કરવા પડતા હતા. પાંચ હાજરના ટોળા સાથે દાખલ થવા માટે સુબે વીસ ટકા ટેક્સ માંગ્યો, વિમળશી શેઠે દસ ટકા દેવાની વાત કરી અને સુબો મંજુર થયો. ત્યારથી આપને દશા કહેવાયા અને દશા - વિશા ના ભાગ પડ્યા, સમય સાતમાં સૈકાના આખરનો છે. સુબા સાથે પતાવટ થવા છતાં પણ ત્રાસ આપતા હતા. જેથી વિમળશી શેઠના બે દીકરા રાકા માકા આઠમાં સૈકાની શરૂમાં વિરમ નેસડાથી વલે આવ્યા.  ત્યાંથી લટુર અને વાળા આમરણ (વલ્લભીપુર) આવ્યા.

            વિમળશી શેઠે વિરમગામ વસાવ્યું. રાકા માકા દાદાએ એક મંદિર ચણાવી તેમાં સવામણ સોનાની માં ભવાનીની મૂર્તિ પધરાવી સાથે ક્ષેત્રપાળણી સ્થાપના કરી આ પ્રસંગે ગામના નેવું હજાર ઘરોમાં સવાશેર લાડુ અને એક એક સોના મહોર આપી.

            ધામધૂમથી પ્રસંગ ઉજવ્યો ત્યાર બાદ મુનિશ્રી રત્નદેવસૂરી મહાર્જના આદેશથી શ્રી સિદ્ધાચલનો છરી પડતો સંઘ કાઢ્યો. સંઘમાં પાંચ હાજર માણસો હતા. ખુબ જ દાન કર્યું અને આદેશ્વર દાદાના શિખર ઉપર ધજા ફરકાવી. તળાજામાં વાવા બંધાવી જે રાકા માકાના નામથી જાણીતી છે. માતાજીનું મંદિર બંધાવેલ છે. જે તુલજા ભવાનીના નામથી ઓળખાય છે.

            ૧૧માં સૈકામાં નરસંગ દેવે ગુજરાતમાં ગાંજલ હાલનું ગુંજાલ ગામમાં ભવાની માતાનું મંદિર બંધાવી સવામણ સોનાની મૂર્તિ પધરાવી. નામ ખીમજભવાની રાખ્યું.

આપણા કુળદેવી ગોત્રની વિગતનીચે મુજબ છે.

૧. કુળદેવી - ખીમજ ભવાની માં

૨. સુરાપુરા - રાંકામાંકા દાદા

૩. છેત્રપાળ - બટુક ભૈરવ

૪. સુરધનદાદા - વર્ધમાન બાપા

૫. ગોત્ર - અંબેસ્વર

નોંધ : સોનબાઇ અવચળ અદાની ભાર્યા છે. તેનો પાળિયો મોરબીમાં જાડેજા તેજમલજીના પાળિયાણી બાજુમાં છે. આ વિગત મુરબ્બીશ્રી માણેકચંદ સુંદરજી દોશીની નોંધમાંથી લીધી છે.

            આ ઈતિહાસ લખતા કોઈ વિગટ રહી ગઈ હોય તો ક્ષમાને પાત્ર છીએ. તેમ જ છાપવામાં ભૂલ થયેલ હોય તો સુધારીને વાંચવા વિનંતી છે.

            આજના આ દોડાદોડી અને ધમાલના સમયમાં આપને નિયમિત રીતે આપણા દાદા તથા માતાજીના દર્શન કરવા ન જઈ શકીએ તો પણ નીચે દર્શાવેલ ત્રણ તીથીઓને અચૂક યાદ રાખી દર્શન કરવા જવું તેવો સંકલ્પ કરવો ઘટે.

કારતક સુદ ૩     : દાદાનો પ્રાગટ્ય દિવસ

                         આમરણ મુકામે સ્નેહ મિલન તથા પૂજા

 વૈશાખ સુદ ૧૦   : આમરણ મુકામે દાદાનો હવન અને પ્રતિષ્ઠા દિન

 આસો સુદ ૮       : આમરણ મુકામે શ્રી ખીમજભવાની માતાજીનો હવન

શ્રી રાંકામાંકા પરિવાર

શ્રી કુળદેવી ખીમજભવાનીનું મંદિર,

એસ.ટી. બસ સ્ટેન્ડની સામે,

તળાવની પાળે, આમરણ.

શ્રી  દાદાજીનું મંદિર,

એસ.ટી. બસ સ્ટેન્ડની સામે,

તળાવની પાળે, આમરણ.

શ્રી કુળદેવી ખીમજભવાની માતાજીનું સ્થાનક શ્રીમતી ગુણવંતી લલિતચંદ્ર દોશી,

‘શીતલ’,

૧૬- સરદાર નગર,

રાજકોટ.