||શ્રી કુળદેવી ખિમજ ભવાની માં|| ||શ્રી રાંકા માંકા દાદા||
Welcome

શ્રી રાંકામાંકા દોશી પરિવારની આરતી

રાગ : શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજમન

૧) જય ભુજમ ઘરણું ભય ક્રીપાણું, શ્રી રાકા માકા અવતાર હૈ

    જય મહેશ મુગુટ મણી પ્રકાશિત, ગંગ શીશ લીપટા રહે ...

                                                                                    જય ભુજમ…

૨) જય શેષ સેમિરન સકળજન, પ્રભુ ભૂમિ ભાર શિર પર ધરે

    ક્ષીર સાગર દેવા સ્વીકરશો સેવા, શિરછ્ત્ર નારાયણ ધરે...

                                                                                    જય ભુજમ…

૩) પાતાળ લોકના દેવદયાળુ - ભક્તોના સંકટ હરે

    જય વિષ ધારણ ભક્ત ઉદ્ધારણ, શિવ  કંઠે શોભા કરે

                                                                                    જય ભુજમ…

૪) શ્રી નારદ શારદ કરત નિષદિન, બ્રહ્મા સાવિત્રી ધ્યાન ધરે

     અરજ અમારી ઉર ધારો - અવગુણ અમારા દૂર કરો

                                                                                    જય ભુજમ…

૫) નારાયણ નામી પુરણ કામી, સાગર સૈયાની સંગમાં

     સરોવર તીરે દુખ દૂર હટે, રાંકામાંકા તારા ધામમાં

                                                                                    જય ભુજમ…

૬) પૂરો આશ પૂર્ણ પ્રકાશથી તમ વાસ આમરણ ગામમાં

    કરતાં કરજોડી ભક્તિ તારી મસ્ત રહે તારા નામમાં

                                                                                    જય ભુજમ…