||શ્રી કુળદેવી ખિમજ ભવાની માં|| ||શ્રી રાંકા માંકા દાદા||
Welcome

શ્રી વિમળશી વંશવૃષ શ્રી રાંકામાંકા દોશી કુટુંબ પરિવાર

નૈવેધ ની યાદી

( સંકલન : વંશવાળી તથા ડિરેક્ટરીમાથી )

આ સાથે દરેક પ્રસંગના નૈવેધની યાદી છે. જમા દરેક વસ્તુના પ્રમાણ આપ્યા છે. પરંતુ આપણે આપણી જરૂરિયાત મુજબના કરવાના છે. બહારગામ વસતા કે પરદેશ રહેતા ભાઈઓને નૈવેધ બાબતે અનુકૂળતા ન હોય તો તે દિવસે શ્રીફળ - તલવટ એવી કોરી વસ્તુ બનાવીને પણ દિવસ સાચવવો.

માં એ આપણા ઉપર રહેમ લાવીને આપણી જરૂરિયાત મુજબના નૈવેધ કરવાની છૂટ આપી છે.

(૧) આસો સુદ ૧૦ (દશેરા) ના નૈવેધમાં સુખડી વરા પ્રમાણે કરવી.

(૨) આસો વદ ૧૪ (કાળી ચૌદશ) ના થતાં નૈવેધ :

-        લાપશી              કિલો ૧ ને ૨૦૦ ગ્રામ      ખીમજભવાની માતા

-        શ્રીફળ               ૧ નંગ                            ખીમજભવાની માતા

-        વડા અડદના      ૬૦૦ ગ્રામ                     ભૈરવદેવના

-        વડા મગના        ૬૦૦ ગ્રામ                     ખેતલીયા દેવના

-        તલવટ              ૬૦૦ ગ્રામ                     વાસંગીદાદાના

-        ખિચડી               ૬૦૦ ગ્રામ                     સુરધનદાદાના

-        ચોખા                ૬૦૦ ગ્રામ                     સુરાપુરાદાદાના

-        શ્રીફળ               ૧ નંગ                           સુરાપૂરાદાદાના

નૈવેધ અંગે નોંધ :

-        જેટલા રસોડા હોય તેટલા નૈવેધ ફરજિયાત કરાવવા.

-        નૈવેધ બધા રાંધવાના છે. કોરા જરાય રખાય નહીં.

-        નૈવેધ જમ્યા બાદ વધારાના નૈવેધ તથા નૈવેધનો એઠવાડ સૂર્યાસ્ત પહેલા ગાયને બોલાવી ખવરાવી દેવાના છે.

-        નૈવેધ પાણીઆરે દીવો કરી જારવા. જો માં અને દાદાનો ફોટો હોય તો પાટલા પર મૂકો દીવો કરી ઝારવા.

-        નૈવેધ ઝારણીમાં ૧૫ નયા પૈસા મૂકવા, ઝારણ દીકરીઓને ખાવા આપવાનું છે. તેમ જ પૈસા પણ દીકરીને આપવાના છે.

(૩) છેડાછેડીના નૈવેધ :

-        લાપશી              કિલો ૨ ને ૨૦૦ ગ્રામ                  ખીમજભવાની માતા

-        વડા અડદના      ૧૨૦૦ ગ્રામ                               ભૈરવદેવના

-        વડા માગના       ૧૨૦૦ ગ્રામ                               ખેતલીયાદેવના

-        તલવટ              ૧૨૦૦ ગ્રામ                               વાસંગીદાદાના

-        ચોખા                ૧૨૦૦ ગ્રામ                               સુરાપૂરાદાદાના

-        ખિચડી               ૧૨૦૦ ગ્રામ                               સૂરધનદાદાના

-        શ્રીફળ               ૧ નંગ                                       સૂરધનદાદાના

-        જમણી               નંગ ૨

                        (૧) પોપલિન મધરાશી

                            રંગની મી. ૧

                        (૨) પોપલિન સફેદ

                            રંગની મી. ૧

-        રોકડા રૂપિયા ૨-૫૦ પૈસા

-        શ્રીફળ નંગ ૨ (બે)

છેડાછેડીના નૈવેધ અંગે ખાસ સૂચના :

-        છેડાછેડી છોડવા આવનારે કોઈ પણ ચીજ સાથે લાવવાની નથી.

-        છેડાછેડીની પ્રથમ બે ગાંઠ શ્રી ખીમજભવાનીમાં પાસે છોડવાની છે. પછીની બે ગાંઠ તે જ દિવસે શ્રી સુરધનદાદા પાસે છોડવાની છે.

-        છેડાછેડી પરણ્યા બાદ એક વર્ષમાં છોડી જવાની છે. (આ નિયમ દેશ બહાર રહેતા હોય અને ત્યાં જ લગ્ન કરેલ હોય તો અનુકૂળતાએ દેશમાં આવે ત્યારે છેડાછેડી છોડી જવી. પરંતુ દેશમાં આવી લગ્ન કરે તેને આ છૂટછાટનો લાભ મળતો નથી.)

(૪) સીમાંતના નૈવેધ છેડાછેડીના નૈવેધ મુજબ વરા પ્રમાણે કરવા.

(૫) ગોત્રીજ ઝારણના નૈવેધ :

દીકરાના : લાપશી ૨૪૦૦ ગ્રામ    ખીચડો ૨૪૦૦ ગ્રામ

               ઝારવામાં રૂપિયા ૧-૨૫ પૈસા મૂકવા.

દીકરીના : લાપશી ૧૨૦૦ ગ્રામ    ખીચડો ૧૨૦૦ ગ્રામ

               ઝારવામાં રૂપિયા ૧-૨૫ પૈસા મૂકવા.

વિધિ : ઓરડામાં ભીતે ગોત્રીજ કાઢી, દીવો કરી ઝારવા, ઝારણ તથા રૂપિયા ૧-૨૫ પૈસા દીકરીઓને આપવા.

ખાસ નોંધ :

            બધા જ નૈવેધ માટે ઘરમાં ચોખ્ખાઈ હોય તો જ નૈવેધ કરવા નહિતર દિલગીરી વ્યક્ત કરી ચોખ્ખાઈ થયા બાદ શ્રીફળ  નંગ ૧ (એક) વધેરવું. બીજે વર્ષે ડબલ નૈવેધ કરવાનાં નથી.

વધુ માહિતી માટે સંપર્ક :

શ્રીમતી ગુણવંતી લલિતચંદ્ર દોશી,

‘શીતલ’,

૧૬- સરદાર નગર,

રાજકોટ - ૩૬૦૦૦૧.

ફોન નં : ૯૧-૨૮૧-૨૪૬૦૫૮૫.