||શ્રી કુળદેવી ખિમજ ભવાની માં|| ||શ્રી રાંકા માંકા દાદા||
Welcome

શ્રી ખીમજ ભવાની માતાજીની આરતી

રાગ : જય આધ્યાશક્તિ માં જય આધ્યા શક્તિ

1) અખંડ બ્રહ્માડ ઉપજાવ્યા, અખંડ બ્રહ્માડ ઉપજાવ્યા, પ્રગટે પ્રથમાં માં,

    ૐ જય હો જય હો માં જગદ્ંબે,

    જય ખીમજ માતા ૐ જય ખીમજ માતા.

    તુજને વંદન કરું એ, તુજને વંદન કરું એ દોશી કુળના લાલ - જય ખીમજ માતા ૐ જય ખીમજ માતા

૨) દ્વિતીયા દેવ સ્વરૂપ શિવશક્તિ જાણું માં શિવશક્તિ જાણું,

   બ્રહ્મા ગણપતિ ગાઉં, બ્રહ્મા ગણપતિ ગાઉં, હર ગાઉં હર માં,

    ૐ જય હો જય હો માં જગદ્ંબે

૩) તૃતીય ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા, માં ત્રિભુવનમાં બેઠા,

    દયા થકી ત્રિવેણી, દયા  થકી ત્રિવેણી, તમે ત્રિવેણી માં

    ૐ જય હો જય હો માં જગદ્ંબે

૪) ચોથે ચતુર મહાલક્ષ્મી, માં સચરાચર વ્યાપ્યા માં સચરાચર વ્યાપ્યા,

     ચાર ભુજા ચઉ દિશા, ચાર ભુજા ચઉ દિશા, પ્રગટ્યા દક્ષીણમાં

     ૐ જય હો જય હો માં જગદ્ંબે

૫) પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદ્મા, માં પંચમી ગુણ પદ્મા,

     પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચ તત્વે માં,

     ૐ જય હો જય હો માં જગદ્ંબે

૬) ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, માં મહિષાસુર માર્યો,

    નરનારીના રૂપે, નરનારીના રૂપે, વ્યાપ્ય સઘળે માં,

   ૐ જય હો જય હો માં જગદ્ંબે

૭) સપ્તમી સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી, માં સંધ્યા સાવિત્રી,

    ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા માં,

    ૐ જય હો જય હો માં જગદ્ંબે

૮) અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, માં આઈ આનંદા,

    સુનીવર મુનીવર જન્મ્યા, સુનીવર મુનીવર જન્મ્યા, દેવ દૈત્યોમાં,

   ૐ જય હો જય હો માં જગદ્ંબે

૯) નવમે નવ કુળનાગ સેવે નવદુર્ગા, માં સેવે નવદુર્ગા,

    નવરાત્રીના પૂજન, નવરાત્રીના પૂજન, કીધા હરબ્રહ્મા,

    ૐ જય હો જય હો માં જગદ્ંબે

૧૦) દશમી દશ અવતાર જય વિજયાદશમી, માં જય વિજયાદશમી,

      રામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા, રાવણ રોયો માં,

     ૐ જય હો જય હો માં જગદ્ંબે

૧૧) એકાદશી અગિયારસ કાત્યાનીકા મા, માં કાત્યાનીકા મા,

      કામ દુર્ગા કાલિકા, કામ દુર્ગા કાલિકા, શ્યામાને રામા,

      ૐ જય હો જય હો માં જગદ્ંબે

૧૨) બારસે બાળા રૂપ બહુચરી અંબામાં, માં બહુચરી અંબા માં,

      બટુક ભૈરવ સોહે - તારા છે તુજ માં,

      ૐ જય હો જય હો માં જગદ્ંબે

૧૩) તેર સે તળજા રૂપ તમે તારુણી માતા, માં તમે તારુણી માતા,

     બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતા,

     ૐ જય હો જય હો માં જગદ્ંબે

૧૪) ચૌદશે ચૌદ સ્વરૂપ ચંડી ચામુંડા, માં ચંડી ચામુંડા,

      ભક્તિ ભાવ કઈ આપો ચતુરાઈ કઈ આપો સિંહ વાહિની માતા,

      ૐ જય હો જય હો માં જગદ્ંબે

૧૫) પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, માં સાંભળજો કરુણા,

       વશિષ્ટ દેવે વખાણ્યા, માકંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા,

       ૐ જય હો જય હો માં જગદ્ંબે

૧૬) ત્રંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી,

      સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, દયા કરો ગૌરી,

     ૐ જય હો જય હો માં જગદ્ંબે

૧૭) સવંત સોળ સતાવન સોળશો બાવીશ માં, સોળશો બાવીશ માં,

      સવંત સોળે પ્રગટ્યા, સવંત સોળે પ્રગટ્યા, - રેવાને તીરે,

     ૐ જય હો જય હો માં જગદ્ંબે

૧૮) શિવ શક્તિની આરતી જે ભાવે ગાશે, માં જે ભાવે ગાશે,

      ભણે શિવાનંદ સ્વામી સુખ સંપતી ગાશે, હર કૈલાશે જાશે, માં અંબા દુખ હરશે ,

      ૐ જય હો જય હો માં જગદ્ંબે

૧૯) અંબે એક સ્વરૂપ અંતર નવ ધરશો, અંતર નવ ધરશો માં,

      ખીમજ માંને ભજતા શિવ શક્તિને ભજતા, ભવસાગર ભરશો.

      ૐ જય હો જય હો માં જગદ્ંબે

૨૦) ભાવ ન જાણું ભક્તિ ન જાણું નવ જાણું સેવા, માં નવ જાણું સેવા,

      વલ્લભ ભટ્ટને ભજતા, ખીમજમાં ને ભજતા ચરણે સુખ દેવા,

      ૐ જય હો જય હો માં જગદ્ંબે